બનાવ@મોરબી: જન્મતી વેળા એ મૃત પામેલ નવજાત બાળકને કરેણના ઝાડ પાસે ત્યજી દિધુ

અજાણી વ્યક્તિએ નવજાત બાળકનો જન્મ છુપાવવા 
 
બનાવ@મોરબી: જન્મતી વેળા એ મૃત પામેલ નવજાત બાળકને કરેણના ઝાડ પાસે ત્યજી દિધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 વીશીપરામાં ધોળેશ્વર મહાદેવ મંદીર પાછળ નવજાત બાળકનો મૃતદેહ મળતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોધાઇ છે.બનાવની મળતી વિગત મુજબ ફરિયાદી ગીરીરાજગીરી ગોસાઇએ જણાવ્યુ નિત્યક્રમ પ્રમાણે ગીરીરાજગીરી વીશીપરા વિસ્તારમા આવેલ કેશવાનંદબાપુના આશ્રમની પાછળ આવેલ ધોળેશ્વર મહાદેવના મંદીરે દર્શન કરવા ગયા હતા અને મંદીરની સાફ સફાઇ કરી મંદીરની ઉપર પાછળના ભાગે કરેણના ફુલના ઝાડ હોય ત્યા ફુલ લેવા ગયા હતા.

એ સમયે તેમણે જોયું કે કરેણના ઝાડ પાસે કુતરા બેઠા હતા જેથી કુતરા ને દુર ભગાડી ત્યાં જોતાં વિક્ષિપ્ત અવસ્થામાં એક નવજાત બાળકનો પડ્યો હતો.બાળકના શ્વાન અથવા અન્ય કોઇ જાનવર દ્વારા કરડી ખાવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યો હતું.
જેથી ગીરીરાજગીરીએ અન્ય દર્શનાર્થીઓને સમગ્ર બનાવની જાણ કરી હતી. નજીકમા બાળકોનું સ્મશાન પણ આવેલુ હોય ત્યાંથી કોઈ જાનવર દ્વારા જમીન નીચે દફનાવેલા બાળકના મૃતદેહને બહાર કાઢીને ફાડી ખાધો હોય એવું અનુમાન લગાવી સ્મશાનમાં પણ તપાસ કરી હતી પરંતુ કોઈ મૃતદેહને બહાર નીકળ્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. ગીરીરાજગીરીના મતે કોઇ અજાણી વ્યક્તિએ નવજાત બાળકનો જન્મ છુપાવવા જન્મ પહેલા કે જન્મતી વેળા એ મૃત પામેલ નવજાત બાળકને કરેણના ઝાડ પાસે ત્યજી દીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતું. હાલ પોલીસે નવજાતને ત્યજી દેનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.