બનાવ@મોરબી: ક્રેનના ચાલકે રાહદારીને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
બનાવ@મોરબી: ક્રેનના ચાલકે રાહદારીને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગાએથી દુર્ઘટનાઓ સામે આવતી જ હોય છે.  મોરબી વાંકાનેર હાઇવે પર કુબેર ટોકીઝ સામે સર્વિસ રોડ પર ક્રેનના ચાલકે રાહદારીને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના શોભેશ્વર રોડ પર કુબેર ટોકીઝ પાછળ રહેતા હિમતભાઈ વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ સાવરીયા એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.   તેના પિતા વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ મોતીભાઈ સાવરીયા તેના બહેન મધુબેન ડાભીના ઘરે સો ઓરડી ખાતે ગયેલ હોય દરમિયાન સાંજના સમયે પોતાન ઘરે કુબેર ટોકીઝ પાછળ ઘરે ફરતા હતા.

ત્યારે કુબેર ટોકીઝ પાસે સર્વિસ રોડ પર પીળા કલરની ક્રેન હાઈડ્રો જીજે ૩૬ એસ ૧૯૭૩ ના ચાલકે ચાલીને સર્વિસ રોડ પસાર કરતા વિનુભાઈને હડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોચી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.