ઘટના@મોરબી: આઇસરે મોટરસાયકલને હડફેટે લેતા ચાલકને ઇજા થઇ, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
 
ઘટના@મોરબી: આઇસરે મોટરસાયકલને હડફેટે લેતા ચાલકને ઇજા થઇ, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઘટનાઓમાં લાખો લોકો મોતને ભેટતા હોય છે.  મોરબીના ગાળા ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં આવતા આઇસરે મોટરસાયકલને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા સંદિપભાઇ જેસંગભાઇ રાઠોડે આરોપી આઇસર ચાલક જીજે ૩૬ ટી ૯૫૧૦ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૧૨ના રોજ તેમના કાકા ભાનુભાઈ પોતાના મોટરસાયકલ GJ-36-AG-3122 પર ગાળા ગામના પાટીયા પાસે આવેલા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા.

એ સમયે આરોપી આઇસર રજી નં.GJ-36-T-9510ના ચાલકે પુરઝડપે રોંગ સાઇડમા પોતાનું વાહન હંકારીને ભાનુભાઈના મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો

આ અકસ્માતમાં ભાનુભાઈને ડાબા પગ અને હાથમા ફેક્ચર તેમજ માથામા તથા મોઢામા જડબાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી હાલ ભાનુભાઈ સારવાર હેઠળ છે. જ્યારે અકસ્માત સર્જીને આરોપી આઇસર ચાલક ફરાર થયો હતો. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.