બનાવ@મોરબી: પરિણીત પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી લીધા બાદ પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કર્યું

યુવાનને હાલ સારવારમાં ખસેડાયો છે.
 
દુ:ખદ@રાજકોટ: યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારમાં શોક 

અટલ સમાચાર ડોટ કોમ, દેશક 

મોરબી તાલુકાના નાની વાવડી અને બગથળા ગામની વચ્ચે આવેલા હનુમાન મંદિર પાસે પરિણીત પ્રેમી પંખીડાઓએ ઝેરી દવા પી લીધા બાદ પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કર્યું હતું. જેથી ભડીયાદ ગામની પરણીતાનું મોત નીપજેલ છે અને ભડીયાદ ગામે જ રહેતા યુવાનને હાલ સારવારમાં ખસેડાયો છે.

આ બનાવની સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી ગામથી બગથળા જતા રસ્તે આવેલા હનુમાન મંદિર પાસે ગત સાંજના છએક વાગ્યાના અરસામાં અજુગતો બનાવ બન્યો હતો.જેમાં મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ ગામે રહેતી સંગીતાબેન દેવજીભાઈ પરમાર (ઉમર 29) અને હાલ ભડીયાદ ગામે જ રહેતા અને મિનરલ વોટરમાં કામકાજ કરતા જ્યોતીન્દ્ર રજનીકાંત નાગર (ઉમર 24) નામના બે પરિણીત પ્રેમી પંખીડાઓએ પ્રેમાંધ થઈને મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ હનુમાન મંદિર ખાતે પહેલા ઝેરી દવા પી લીધી હતી

બાદમાં બંને દ્રારા પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરવામાં આવ્યું હતું. જેથી સંગીતાબેન નામની પરણીતાનું મોત નીપજતા તેના ડેડબોડીને પીએમ માટે અત્રીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.તેમજ તેની સાથે રહેલા જ્યોતિન્દ્ર રજનીકાંત નાગરને પણ હાલ સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો છે.

આ બનાવ સંદર્ભે સરકારી હોસ્પિટલ ખાતેથી મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલ હોય મૃતક પરણીતા એક સંતાનની માતા હોવાનું સામે આવ્યું છે. વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે યુવાનને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તેને ત્રણ સંતાન હોવાનું જાણવા મળ્યું છે જેમાં એક દીકરો અને બે દીકરી નો સમાવેશ થાય છે. હાલમાં પરણીત યુવક અને યુવતીએ ભરી લીધેલા પગલાનો મુદ્દો ચર્ચા નો વિષય બનેલ છે.