બનાવ@મુંબઈ: 80 વર્ષના વૃદ્ધાને અચાનક હાર્ટ એટેક આવ્યું અને મોત થયું

મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી 
 
ઘટના@વડોદરા: નાગરવાડા વિસ્તારના યુવકનું કુવૈતમાં હાર્ટ એટેકથી મોત થયું, જાણો સમગ્ર  ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુંબઇમાં ચોકાવનારી ઘટના બની છે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક 80 વર્ષના વૃદ્ધાને એર ઇન્ડિયાએ વ્હીલચેર મળી નહતી જેને કારણે એક કિલોમીટર સુધી ચાલતા જવું પડ્યું હતું. તે બાદ હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું છે.

વૃદ્ધ શખ્સે પત્ની સાથે ન્યૂયોર્કથી મુંબઇ માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ લીધી હતી. તે મુંબઇ તો પહોંચી ગયા પરંતુ એરપોર્ટ પર તેમણે એક જ વ્હીલચેર મળી હતી, તેમણે તે વ્હીલચેર પર પત્નીને બેસાડી દીધા હતા કારણ કે તે ચાલી શકતા નહતા.

મુસાફરે એર ઇન્ડિયા પાસે વધુ એક વ્હીલચેરની માંગ કરી હતી પણ મળી નહતી. મુસાફરે ટિકિટ લેતા સમયે જ વ્હીલચેર બુક કરી હતી.

રિપોર્ટ અનુસાર મૃતકની ઓળખ ભારતીય મૂળના રૂપમાં થઇ છે. તે અમેરિકામાં રહેતા હતા. તે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-116ના ઇકોનોમી ક્લાસમાં મુંબઇ આવ્યા હતા. ફ્લાઇટ સવારે 11.30 વાગ્યે મુંબઇ એરપોર્ટ પર ઉતરવાની હતી પણ તે મોડી આવતા બપોરે 2.10 વાગ્યે લેન્ડિંગ થઇ હતી. આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વૃદ્ધ વ્યક્તિના મોતની ઘટના પર એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે વ્હીલચેરની ભારે માંગને કારણે અમે મુસાફરને વ્હીલચેર આપવા માટે થોડી રાહ જોવા કહ્યું હતું, તે વૃદ્ધ મુસાફરે પોતાની પત્ની સાથે ચાલતા જ જવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. એર ઇન્ડિયાએ દૂર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવતા કહ્યું કે તે શોકગ્રસ્ત પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છે અને એજન્સી જરૂરી સહાયતા પુરી પાડી રહી છે.