ઘટના@નવસારી: સુગર ફેક્ટરીમાંથી બગાસ ભરીને નીકળેલી ટ્રક પલટી મારી ગઈ
અકસ્માતની ઘટના સામે આવી છે.
Jan 14, 2024, 17:06 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. આવી જ એક અકસ્માતની ઘટના નવસારીમાં બની છે. નવસારીના ગણદેવી ચાર રસ્તા નજીક અકસ્માત સર્જાયો છે. ગણદેવી રસ્તા પર ટ્રકે પલટી મારી હોવાની ઘટના બની છે. સુગર ફેક્ટરીમાંથી બગાસ ભરીને નીકળેલી ટ્રક પલટી મારી ગઈ હતી.ચાર રસ્તા પર ટર્ન મારવા દરમિયાન અકસ્માતની ઘટના બની છે. જો કે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી.