ઘટના@રાજકોટ: 1 વર્ષની બાળકી રમતા-રમતા પાણીના ટાંકામાં પડી જતા મોત નીપજ્યું

પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો.
 
ઘટના@રાજકોટ: 1 વર્ષની બાળકી રમતા-રમતા પાણીના ટાંકામાં પડી જતા મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ ડેસ્ક 

હાલમાં મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતના બનાવો સામે આવતા હોય છે.  શહેર નજીક માધાપર ગામ પાસે ઈશ્વરીયા ફાટક નજીક આવેલી બાંધકામ સાઈટ પર શ્રમિક પરિવારની 1 વર્ષની બાળકી રમતા-રમતા પાણીના ટાંકામાં પડી જતા તેણીનું મોત થયું હતું.

બનાવની વિગત મુજબ ઈશ્વરીયા ફાટક પાસે દીવાન સિટી બાંધકામ સાઈટ પર રહી ત્યાં જ મજુરી કરતા મૂળ એમપીના પ્રકાશભાઈ શીંગાળાની એક વર્ષની દીકરી પ્રિયાંશી બાંધકામ સાઈટ પર રમતી હતી. તેમના માતા-પિતા સાઈટ પર કામ કરી રહ્યા હતાં. ત્યારે પ્રિયાંશી રમતી-રમતી 8 ફુટ ઉંડા પાણીના ટાંકામાં પડી ગઈ હતી.

 થોડા સમય પછી તેના પિતાનું ધ્યાન પડતા પ્રિયાંશીને બેભાન હાલતમાં બહાર કાઢી હતી. જો કે, 108ને જાણ કરતા એમ્બ્યુલન્સના ઈએમટીએ તપાસી પ્રિયાંશીને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. મૃતક બાળકીનો પરિવાર હજુ ત્રણ મહિના પહેલાં જ વતનમાંથી રાજકોટ ખાતે મજુરી કરવા આવ્યો હતો. બનાવના પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો.