ઘટના@રાજકોટ: 2 મહિલાના બેભાન થતા મોત નીપજ્યું, કયા કારણે આવું થયું ?

મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
 
દુર્ઘટના@સુરેન્દ્રનગર: ટ્રેઈલર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં બાઈક સવારનું સ્થળે જ મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતના બનાવો સામે આવતા હોય છે. શહેરમાં બે મહિલાના બેભાન હાલતમાં મૃત્યુ થયા હતા. મોરબી રોડ પરના વેલનાથપરામાં રહેતા રાધાબેન મહેશભાઇ ઉકેડિયા (ઉ.વ.46) રવિવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

તેમજ કોઠારિયા સોલવન્ટ પાસેની સીતારામ સોસાયટીની બાજુમાં રહેતા કૈલાસબેન રોહિતભાઇ પરમાર પણ પોતાના ઘરે બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલે લઇ જવાયા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરની વયના લોકો હ્દય રોગના હુમલાથી દમ તોડી રહ્યા છે ત્યારે વધુ બે પરિણીતાના બેભાન હાલતમાં મોત નિપજતાં પોલીસે બંને બનાવના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.