ઘટના@રાજકોટ: 22 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, જાણો વધુ વિગતે

 બનાવ અંગે પોલીસે વધું તપાસ યથાવત રાખી છે.
 
આપઘાત@સુરત: પિતાએ મોબાઈલ લઇ લેતાં 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. લોકો નાની-નાની વાતમાં પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે.  રાજકોટમાં આવેલ બાબરીયા કોલોનીમાં રહેતી 22 વર્ષીય પરિણીતાએ તેની બે વર્ષની પુત્રીની હાજરીમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં બિહારી શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં બાબરીયા કોલોનીમાં શ્યામ હોલ વાળી શેરીમાં રહેતી પૂજાબેન અર્જુનભાઇ પટેલ નામની પરિણીતા તેના પતિ અને બે વર્ષની પુત્રી સાથે રહે છે.

ગઈકાલે તેમનો પતિ મોડી રાતે તેમના ઘર નજીક રહેતાં તેણીના સસરાના ઘરે આંટો મારવા ગયો હતો. બાદમાં બે વર્ષની પુત્રીની હાજરીમાં કોઈ કારણસર તેણીએ પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પડોશીને જાણ થતાં તેના પતિને જાણ કરી ઘરમાં જોતાં પરિણીતા લટકતી હાલતમાં જોવા મળી હતી. બાદમાં 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે પરિણીતાને તપાસી મૃત જાહેર કરી હતી.

બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના એએસઆઈ હરદેવસિંહ રાયજાદા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વધુમાં પોલીસે જણાવ્યા અનુસાર, મૃતકનો પરિવાર મૂળ બિહારનો વતની છે અને તેણીના લગ્ન ચાર વર્ષ પહેલાં અર્જુન સાથે થયાં હતાં. તેણીનો પતિ મજૂરીકામ કરે છે અને તેણીના સાસુ-સસરા પણ તેઓની બાજુમાં જ રહે છે. બનાવ અંગે પરિવાર પણ અજાણ હોવાનું રટણ કર્યું હતું. બનાવથી ત્રણ વર્ષની પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવ અંગે પોલીસે વધું તપાસ યથાવત રાખી છે.