ઘટના@રાજકોટ: બીમારીથી કંટાળી યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં અરેરાટી વ્યાપી

 પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત 
 
આપઘાત@સુરત: પિતાએ મોબાઈલ લઇ લેતાં 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલના સમયમાં લોકો સામન્ય બાબતે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. કોઈને કોઈ કારણોસર લોકો પોતાનું જીવન ટૂંકાવી બેસે છે.  જનકલ્યાણ સોસાયટીમાં લીગામેન્ટની બીમારીથી કંટાળી 27 વર્ષીય શિક્ષિકા પૂજાબેને પતિ સુતા હતાં તેની બાજુમાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં એ. ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ, જનકલ્યાણ સોસાયટીમાં આવેલ 'નવકાર' નામનાં મકાનમાં રહેતાં પૂજાબેન આદિત્યભાઈ દોશી (ઉ.વ.27) આજે સવારે પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બાદમાં ત્યાં જ સુતેલા તેમના પતિ આદિત્યભાઈ સવારે 8:30 વાગ્યે જાગી જોતાં પૂજાબેન લટકતાં જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો. તેઓએ તાત્કાલિક પરિવારને અને 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે પરિણીતાને તપાસી મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે જાણ થતાં એ. ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વધુમાં મૃતકના સબંધીઓએ જણાવ્યા અનુસાર મૃતકના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયાં હતાં અને તેઓને સંતાનમાં એક પુત્ર છે. તેમજ તેઓ એસ.એન.કે. સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં. જેઓ નિયમિત વ્હેલી સવારે છ વાગ્યે જાગી વહેલા સ્કૂલે નોકરી પર જતાં હતાં. દરમિયાન આજે પણ તેઓ નોકરી પર ગયાં હશે તેમ માની પરિવારજનોએ રૂમમાં તપાસ કરી ન હતી બાદમાં તેમના પતિ જાગતા બનાવ સામે આવ્યો હતો. તેમજ તેઓ દસ વર્ષથી લીગમેન્ટની બીમારીથી પીડિત હતાં. જેમનાથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકના પતિ ભક્તિનગરમાં કલકતા નામની સ્ટીલ-લોખંડના પાઇપની દુકાન ધરાવે છે. તેમજ તેઓનું માવતર જામનગર હોવાનું સામે આવ્યું હતું. બનાવથી પુત્ર મા વિહોણો થતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો.