બનાવ@રાજકોટ: 4 લોકોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો, જાણો વિગતે

પોલીસે તપાસ હાથ ધરી છે.
 
દુ:ખદ@રાજકોટ: યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારમાં શોક 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટમાં બે મહિલા સહિત પાંચ લોકોએ અલગ અલગ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા સુખસાગર સોસાયટી-4માં રહેતા મીલન કીશનભાઈ કબીરા (ઉ.25)એ ગઈકાલે રાત્રે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. જાણવા મળેલ વિગત અનુસાર યુવકને પત્નિ સાથે ઝઘડો થયા બાદ તેણી રીસામણે ચાલી જતા પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટમાં આવેલ હુસેની ચોકમાં રહેતા મોહિન હુસેન સાંઘ (ઉ.18)એ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફીનાઈલ પી લેતા સારવારમાં ખસેડાયો હતો.
ત્રીજા બનાવમાં પડધરીના ખોડાપીપર ગામે રહેતા રવિ કૈલાશભાઈ આજવાણી (ઉ.16) સીમ વિસ્તારમાં ખડ મારવાની દવાથી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયો હતો. વધુમાં મળેલ વિગતો અનુસાર તરૂણને તેના પિતાએ કામે જવાનું કહેતા લાગી આવતા પગલું ભર્યાનું સામે આવ્યું હતું

.
ચોથા ગોંડલ રોડ પર પરીન ફર્નીચરની પાછળ વાવડીમાં રહેતી કોમલબેન પુનાભાઈ પરમાર (ઉ.23) નામની યુવતીએ આજે સવારે 8 વાગે અણીયારા ગામ નજીક એસીડ પી જતા સારવારમાં ખસેડાઈ હતી. વધુમાં મળેલ વિગત અનુસાર યુવતી એક ભાઈ છ બહેનમાં બીજા નંબરની અને તેણીની દિનેશ ટેકવાણી નામના યુવક સાથે સગાઈ થઈ હતી. આજે તેને મળવા ગયેલ ત્યારે બન્ને વચ્ચે ઝઘડો થતા પગલું ભર્યાનું સામે આવ્યું હતું. બનાવ અંગે આજી ડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.