ઘટના@રાજકોટ: 22 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર લોખંડના પાઇપમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કર્યો

બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.
 
 ઘટના@રાજકોટ: 22 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર લોખંડના પાઇપમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાના બનાવો સામે આવતા જ હોય છે.  દુધસાગર રોડ પર માજોઠીનગરમાં રહેતા ઉમેજાબેન ઇમ્તીયાઝભાઇ મેણ  આજે સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર લોખંડના પાઇપમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી.એન.રાઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યા અનુસાર મૃતક બે બહેન, એક ભાઇમાં મોટી અને ડ્રાઇવીંગ કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.