બનાવ@રાજકોટ: પરિણીતાએ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો , જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
બનાવથી પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
Jan 15, 2024, 20:21 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જ્ગ્યાએથે આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. લોકો નાની-નાની વાતમાં પોતાનું જીવન ટૂંકાવી દે છે. યુવરાજનગરમાં રાંદરડા તળાવ નજીક રહેતાં કાજલબેન જીવરાજભાઈ ડાભી નામની પરિણીતાએ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી, ગઈ હતી.
બનાવની જાણ થતા આજીડેમ પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પી.એમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.વધુમાં પોલીસ જણાવ્યા અનુસાર મૃતકના પતિ મચ્છ વેંચે છે.જેઓ મરઘી લેવા માટે બજારમાં ગયા બાદ અંતિમ પગલું ભરી લિધું હતું.મૃતકના માવતર કાલાવડના મુળીલા ગામે રહે છે. બનાવથી પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.