બનાવ@રાજકોટ: અચાનક હાર્ટએટેક આવતા આધેડનું મોત નીપજ્યું, જાણો સમગ્ર બનાવ

બેભાન હાલતમાં મળી આવ્યા હતા
 
બનાવ@રાજકોટ: અચાનક હાર્ટએટેક આવતા આધેડનું મોત નીપજ્યું, જાણો સમગ્ર બનાવ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં હાર્ટએટેકથી મોતના બનાવો ખુબજ  વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી હાર્ટએટેકથી મોતનો બનાવ સામે આવતો હોય છે. શહેરની ભાગોળે જામનગર રોડ પરના પરાપીપળિયામાં રહેતા સંજયભાઇ વાલજીભાઇ પરમાર ગુરૂવારે સાંજે ચા પીધા બાદ પોતાના ઘરે સૂતા હતા.

રાત્રે જમવા માટે બહેન જગાડવા ગયા ત્યારે સંજયભાઇ બેભાન હાલતમાં મળી આવ્યા હતા, સંજયભાઇને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનું મૃત્યુ થયું હતું.

ઘટનાને પગલે પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સંજયભાઇ ત્રણ બહેનના એકના એક ભાઇ અને અપરિણીત હતા. તેઓ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.