બનાવ@રાજકોટ: આર્થિક ભીંસથી કંટાળી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે

સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા 
 
આપઘાત@સુરત: મહામારીમાં આર્થિક સંકડામણ વચ્ચે વધુ 2 યુવકોએ જીવન ટુંકાવી લીધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલીક આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. લોકો નાની-નાની વાતમાં આપઘાત કરી લેતા હોય છે.  આપઘાતના બનાવો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે બાપાસીતારામ ચોક પાસે નંદનવન સોસાયટીમાં રહેતા પ્રૌઢ દંપતીએ આર્થિક ભીંસથી કંટાળી ગઈકાલે બપોરે ઘરે એકલા હતા ત્યારે સજોડે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

જેમાં પ્રૌઢનું મોત નીપજ્યું હતું. જયારે પ્રૌઢાને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.

બનાવન પગલે તાલુકા પોલીસે દોડી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ, મવડીના બાપાસીતારમ ચોક પાસે આવેલી નંદનવન સોસાયટી શેરી નં-1માં રહેતા નરશીભાઈ ચનાભાઈ વડાલીયા (ઉ.વ.65) અને તેમના પત્ની લીલાબેન (ઉ.વ.60) બંને ગઈકાલે ઘરે હતા ત્યારે સજોડે એસિડ- પી લીધું હતું.

દેકારો થતા પડોસીઓ દોડી આવ્યા હતા અને બાજુમાં જ રહેતાં તેના જમાઈને જાણ કરી વૃધ્ધ દંપતીને સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આજે નરશીભાઈએ દમ તોડી દીધો હતો જ્યારે પત્ની લીલાબેનને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વધુમાં પોલીસના સૂત્રોએ જણાવ્યા અનુસાર, મૃતક ત્રણ ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા અને સંતાનમાં એક દીકરો અને એક બે દીકરી છે. પુત્ર સંજય સાથે રહેતા હતા. ગઈકાલે પુત્ર કામે ગયો હતો અને પુત્રવધુ કણકોટ ગામે પ્રસંગમાં ગઈ હતી ઘરે કોઈ નહતું ત્યારે દંપતીએ પગલું ભરી લીધું હતું.

પોલીસના નિવેદનમાં તેના પુત્રએ જણાવ્યું હતું કે, તેઓની આર્થિક સ્થિતિ ખરાબ હતી અને તેના પિતા ડાયાબીટીસની બીમારીથી પણ પિડાતા હતાં. જેથી કંટાળીને પગલું ભરી લીધું હતું. નરશીભાઈના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

આવું ક્યાં કારણથી કર્યું તે વિશે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.