ઘટના@રાજકોટ: પતિ-પત્ની વચ્ચે ઝગડો થતાં યુવકે ઝેરી દવા પી લીધી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
 
આપઘાત@સુરત: મહામારીમાં આર્થિક સંકડામણ વચ્ચે વધુ 2 યુવકોએ જીવન ટુંકાવી લીધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી  આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે.  લોધિકાના દેવળા ગામે રહી ખેત મજુરી કરતા પરપ્રાંતિય પરિવારમાં પતિ - પત્ની વચ્ચે ઝગડો થતાં યુવકે ઝેરી દવા પી લીધી હતી. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવની વિગત મુજબ લોધિકાના દેવળા ગામે રહી ખેત મજૂરી કરતો મૂળ મધ્યપ્રદેશનો નાનકો નથુભાઈ ભીલ (ઉ.વ.18) ગઈ કાલ રાત્રે દેવળા ગામની વાડીએ ઝેરી દવા પી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પતિ - પત્ની વચ્ચે કોઈ બાબતે જગડો થતાં આ પગલું ભર્યાનું પરીવારજનોએ જણાવ્યું હતું. તેઓને એક પુત્ર છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરી હતી.