બનાવ@રાજકોટ: કેન્સરની બિમારીથી કંટાળી વૃધ્ધાએ ફાંસો ખાઇ આપઘાત કર્યો
વૃધ્ધાએ ફાંસો ખાઇ આપઘાત
Jan 4, 2024, 19:38 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાયત્રીનગરમાં કેન્સરની બિમારીથી કંટાળી 70 વર્ષીય વૃધ્ધાએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગાયત્રીનગરમાં રહેતા સમજુબેન મોહનભાઇ મકવાણા (ઉ.વ.70) મોડી રાતે પોતાના ઘરે પરિવારજનો સુઇ ગયા બાદ અલગ રૂમમાં પંખાના હુકમાં દોરી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં 108ને જાણ કરતા દોડી આવેલ 108ની ટીમે વૃધ્ધાને તપાસી મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે જાણ થતાં બી ડીવીઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મૃતક લાંબા સમયથી કેન્સરની બિમારીથી પીડિત હતા. જેનાથી કંટાળી અંતિમ પગલુ ભર્યુનું સામે આવ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.