બનાવ@રાજકોટ: બાઈક ખાડામાં ખાબકતા 23 વર્ષીય યુવાનનું કમકમાટી ભર્યું મોત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

યુવક મોતને ભેંટ્યો હોવાનો પરિવારે આક્રોશ ઠાલવ્યો હતો.
 
દુર્ઘટના@રાજકોટ: અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના તરુણનું અકસ્માતમાં કરુણ  મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર નવાર દુર્ઘટનાના બનાવો સામે આવતા  હોય છે. રોજ કોઈને કોઈ જ્ગ્યાએથી અકસ્માતની ઘટના સામે આવતી જ હોય છે. ગવરીદળ પાસે બાઈક ખાડામાં ખાબકતા બકાલાના ધંધાર્થી 23 વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ હોસ્પિટલે દોડી ગઈ હતી. ખાડા નજીક બેરીકેડ લગાવેલ ન હોવાથી યુવક મોતને ભેંટ્યો હોવાનો પરિવારે આક્રોશ ઠાલવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, આણંદપર (બાધી) ગામે રહેતો કમલેશ કરશનભાઇ સોલંકી (ઉ.વ.23) નામનો યુવાન ગઈકાલે બપોર 1.30 વાગ્યાની આસપાસ ડીઝલ ભરાવવા માટે ગવરીદળ ગામે આવેલ પેટ્રોલપંપે ગયો હતો. જ્યાંથી તે ડિઝલ ભરાવી બાઇકમાં પરત ફરતો હતો ત્યારે ગવરીદળ નજીક રોડ પર રહેલ ખાડામાં પોતાનું બાઈક ખાબકતા યુવાનના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.

બનાવ સ્થળે એકઠાં થયેલ લોકોએ ગંભીર રીતે ઘવાયેલા યુવકને 108 મારફતે સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં મળેલ વિગત મુજબ, મૃતક બકાલાનો ધંધો કરતાં હતાં. મૃતક ચાર ભાઈમાં નાનો હતો. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો. તેમજ મૃતકના ભાઈએ આક્રોશ ઠાલવ્યો હતો કે, ગવરીદળ પાસે રોડ પર ખાડો હતો ત્યાં આસપાસમાં કોઈ બેરીકેડ લગાવવામાં આવ્યાં ન હતાં. જેથી તેના ભાઈને ખાડા અંગે જાણ ન રહેતાં તેમાં ખાબક્યો હતો અને મોતને ભેંટ્યો હતો.