ઘટના@રાજકોટ: છાપરવાડી નદીના પુલ પર ગાબડું પડતાં ટ્રેકટર એમાં ઘુસી ગયું

મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  જેતપુરના કેરાળી ગામે ગામના બે વિસ્તારોને તેમજ ત્રણેક ગામને જોડતો છાપરવાડી નદી પર આવેલ બેઠા પુલ પરથી ગામના ભુપતભાઇ ભડેલીયા નામના ખેડૂત પોતાના ખેતરથી ટ્રેક્ટરમાં ઘઉં ભરીને પસાર થતા હતા ત્યારે એકાએક પુલમાં ગાબડું પડતા ટ્રેકટર પુલના ગાબડામાં ઘુસી ગયું હતું અને ખાંગુ થઈ ગયું હતું.સદનસીબે કોઈ જાનહાની ન થઈ પરંતુ ટ્રેકટરમાં ભરેલ ઘઉં નદીમાં ઢોળાઈ ગયા હતાં. જેને કારણે ખેડૂતને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

છાપરવાડી નદી પરના મહત્વના આ પુલ પર દર વર્ષે ચોમાસામાં ગાબડાં પડી જાય છે જે અંગે ગ્રામજનો સરકારમાં દર વર્ષે રજૂઆત કરે છે છતાંય સરકારે ધ્યાન ન આપતા ન હોવાનો ગ્રામજનો આક્ષેપ કરે છે. અને ગામમાંથી ફાળો કરી સ્વખર્ચે પુલને રીપેર કરાવવો પડે છે. ગામના સરપંચ કલ્પેશ ભડેલીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે પણ રજુઆત કરી છે એ વર્ષે સરકાર તરફથી નવો અને ઉંચો પુલ બનાવવાની અમને માત્ર બાંહેધરી મળી છે. જીવના જોખમે પુલ પસાર કરવા જતાં ટ્રેક્ટર ખાંગુ થઇ ગયું હતું. તંત્ર હજુ પણ તાસીરો જ જોશે કે જાગશે?