બનાવ@રાજકોટ: બાળકને ઠોકરે ચડાવી ટ્રેકટર ચાલકે કચડી નાખતા મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો જોવા મળે છે. કોઠારીયામાં 15 વર્ષનો ગોલુ બાંધકામ સાઈટ પર બાળકોને રમાડતો હતો ત્યારે પુના નામના શખ્સે પુરપાટ ટ્રેક્ટર ચલાવી તેને કચડી નાંખી મોત નિપજાવતાં ટ્રેકટર ચાલક સામે સદોષ માનવ વધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે કોઠારીયામાં નવા 80 ફૂટ રોડ પર શિવાલય સાનીધ્ય સોસાયટીની સામે નવા બાંધકામની સાઈટ ઉપર અર્જુન રમેશભાઈ ભુરીયાએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે અને દંપતી શિવાલય સાનીધ્ય સોસાયટોની સામે સંદિપભાઈ પટેલનું નવું નિર્માણધીન એપાર્ટમેન્ટની સાઈટ પર મજુરી કામ કરે છે.
તેનો માસીનો પુત્ર ગોલુ કૈલાસ મેડા મધ્યપ્રદેશથી પાંચ દિવસથી આવેલ અને સાથે રહેતો હતો. ફરિયાદી પત્ની સાથે શાપર કામે ગયાં બાદ તેના શેઠ સંદીપભાઈનો ફોન આવેલ અને વાત કરેલ કે, તારા કુટુંબી છોકરા ગોલુ સાઈટ ઉપર ગેટની પાસે હતો ત્યારે એક ટ્રેકટર વાળાએ રીવર્સ લેતી વખતે હળફેટે લઇ લેતા તેનું અકસ્માત થયેલ છે.
જેથી તેઓ સાઈટ ઉપર આવેલ હતો અને ઇજાગ્રસ્ત ગોલુને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવારમાં બાળકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસનક સ્ટાફ દોડી આવેલ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી ટ્રેકટર ચાલક પુના સામે ગુનો નોંધ્યો હતો.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, સવારના દસેક વાગ્યે શિવાલય સાનીધ્ય સોસાયટીની સામેની સંદીપભાઈની ક્ધટ્રકસનની સાઈટ પર ગેઈટ પાસે મજુરોના છોકરાઓને રમાડતો હતો ત્યારે પુનાભાઈ પોતાનું ટ્રેકટર - ટ્રોલી ભરતી ભરવા માટે ત્યાં આવેલ અને ટ્રેકટર ગેઈટ પાસે મારમાર પુર ઝડપે રીવર્સમાં ચલાવી ટ્રેકટરની ટ્રોલી વડે બેદરકારી ભરી રીતેગોલુના પેટના ભાગે ભટકાવી દેતા ગંભીર ઇજા પહોંચી હતી અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું.