ઘટના@રાજકોટ: ગાળો બોલવા મામલે 2 પરિવાર વચ્ચે અથડામણ, જાણો વિગતે

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
 
ઘટના@ભાણવડ: મોટા ગુંદા ગામની વાડી વિસ્તારના કૂવામાં 12 વર્ષની બાળકી પડી જતા મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બાલાજી હોલ પાસે આવેલ સાગર ચોકના ક્વાર્ટરમાં ગાળો બોલવા મામલે બે પડોસી પરિવાર વચ્ચે ધોકા-પાઇપથી બઘડાટી બોલતા બે મહિલા સહિત ત્રણને ઇજા પહોંચતા સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડેલ હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે બાલાજી હોલ પાછળ સાગર ચોકમાં આવેલ ક્વાર્ટરમાં રહેતા રંભાબેન પ્રેમચંદભાઇ સહાનીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સાગર રમણીક, રમણીક બચુ, વિજુબેન રમણીક અને નયનાબેન સાગર (રહે.

તમામ સાગર ચોકના ક્વાર્ટર)નું નામ આપી જણાવ્યું હતું કે ગઇકાલ સાંજના છએક વાગ્યાની આસપાસ સરકારી નળનું પાણી આવેલ હોય ત્યારે તેની મોટી દીકરી પાણી ભરવા બાબતે તેમની નાની બહેનને નીચેથી બોલાવેલ તો તે ઉપર આવેલ નહીં. જેથી તેમની મોટી દિકરી ગાળો બોલતી હોય જેથી બાજુમાં રહેતી વિજુબેન તેમજ તેમની પુત્રવધૂ નયનાબેને કહેલ કે અમને કેમ ગાળોે આપે છે, તેમ કહી બોલાચાલી કરેલ હતી.

બાદમાં રાત્રીના દસેક વાગ્યે ફરિયાદી તેમજ તેના પતિ અને પડોશી મહિલાએ મકાન ભાડે રાખીને બીજે રહેવા જવાની વાત કરતાં હતા ત્યારે આરોપી રમણીક તેમજ તેમનો પુત્ર સાગર ધસી આવી ગાળો આપી અને રમણીકે તેઓના પતિને ફડાકા ઝીંકી કહેલ કે તારે શું છે? અને તેમનો પુત્ર સાગર પણ ગાળો બોલી ધોકા વડે તેણીને માથામાં ફટકારવા લાગેલ હતો. તેમજ વિજુબેન પણ સાવરણી લઇને ધસી આવેલ અને માર મારવા લાગેલ હતા. તેમજ સાગરની પત્ની નયનાબેન પણ ઢીકાપાટુનો માર મારેલ હતો. દરમ્યાન પડોસી કુંદનબેન અને તેમની પૌત્રવધૂ છોડાવવા વચ્ચે પડેલ અને આરોપીઓએ તેમને પણ ફડાકા ઝીંકી ઢીકા-પાટુનો માર મારી નાસી છૂટ્યા હતા.

બાદમાં ફરિયાદી અને તેના પડોશીને ઇજા પહોંચતા સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે રમણીક બચુ અને તેના પરિવાર વિરુધ્ધ કલમ 323, 324, 504 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સામાપક્ષે સાગર ચોકના ક્વાર્ટરમાં રહેતો સાગર રમણીકભાઇ ઉધરેજા (ઉ.વ. 28) પણ ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સીવીલ હોસ્પીટલે દાખલ થયો હતો. હોસ્પીટલના બીછાનેથી તેણે જણાવ્યુ હતું કે ગઇકાલે રાત્રે 11 વાગ્યે તેઓ ઘર પાસે હતા ત્યારે રંભાબેન તેમજ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર મારતા ઇજા પહોંચી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે ઇજાગ્રસ્તુનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.