ઘટના@રાજકોટ: નશો કરેલી હાલતમાં સીક્યુરીટીમેન યુવાને ગળાફાંસો ખાતા તેનું મોત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
પંખા સાથે ચૂંદડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત
Oct 30, 2023, 22:13 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુત્ર મુજબ જાગનાથ પ્લોટનાં એપાર્ટમેન્ટની ઓરડીમાં નશો કરેલી હાલતમાં સીક્યુરીટીમેન યુવાને ગળાફાંસો ખાતા તેનું મોત થયાનું એ ડીવીઝન પોલીસ દફતરે જાહેર થયું છે. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના જાગનાથ પ્લોટ-1ના ઓમ એપાર્ટમેન્ટની ઓરડીમાં વોચમેન તારાભાઇ ધનસીંગભાઇ પટીદાર પંખા સાથે ચૂંદડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું તેમના સાળા શાંતિભાઇએ જાહેર કરેલ છે.
મરનાર તારાભાઇને દારુ પીવાની ટેવ હોય દારુ પીધેલી હાલતમાં જ કોઇ કારણોસર ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો.મરનાર તારાભાઇને સંતાન 1 પુત્ર, 1 પુત્રી છે. નશો કરેલી હાલતમાં ફાંસો ખાતા પરિવારમાં આક્રંદ છવાયો છે. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.