ઘટના@રાજકોટ: નોકરીની શોધમાં આવેલી યુવતિએ એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી

 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 
ઘટના@રાજકોટ: નોકરીની શોધમાં આવેલી યુવતિએ એસીડ પી લેતા  તેને  સારવાર માટે  સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર સુસાઈડ કરવાની ઘટનાઓ સામે આવતી હોપ છે.  લોકો સામાન્ય બાબતે પોતાનું જીવન ટૂંકાવ જેવું પગલું ભરે છે.  રાજકોટમાં નોકરીની શોધમાં આવેલી મોરબીની યુવતિએ એસીડ પી લેતા તેણીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.સારવારમાં રહેલી ભૂમિ નિતેષભાઈ નાગોર (ઉ.વ.22)ના પિતાએ જણાવ્યું કે તેમની દિકરી રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલ મુરલીધર રેસ્ટોરન્ટ સામે ભાડાના રૂમમાં રહેતી હતી તેણી એસ્ટ્રોન ચોકના એક બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી.

પાછી ન આવત પરત રાજકોટ આવી ગઈ હતી.અઠવાડીયાની નોકરી શોધતી હતી. ગઈકાલે સાંજે 6 વાગ્યે ભૂમિએ પોતાના રૂમખાતે એસીડ પી લીધું હતું.જેથી માતા-પિતા મોરબીથી રાજકોટ દોડી આવ્યા હતાં.ભૂમિ બે બહેનમાં મોટી છે. તેના પિતા મજુરી કામ કરે છે. ભૂમિ હાલ સારવાર હેઠળ છે નોકરીનું જ કારણ છે કે બીજુ કોઈ કારણ ? તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.