બનાવ@રાજકોટ: પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
![બ્રેકિંગ@મેઘરજ: વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો](https://atalsamachar.com/static/c1e/client/91782/migrated/30ea63fdfeffe245f60f26664081a65e.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. લોકો નાની-નાની વાતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. કોઠારિયા ગામ પાસે રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પરિણીતા પાસે કોઈ અન્ય યુવકનો ફોટો મળેલ જેથી પતિએ એ વાત તેનાં સાળાને વાત કરતાં પરિણીતાને લાગી આવતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવની વિગત મુજબ કોઠારીયા ગામ નજીક રહેતી પરિણીતા શાંતાબેન સમીરભાઈ ભાંભોર (ઉ.વ.26)એ તેના ઘર પાછળ લાપાસરી જતા રોડ પર લીમડાના વૃક્ષ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મૃતક પાસેથી કોઈ યુવાનનો ફોટો મળતા પતિએ તે અંગે પુછપરછ કરી હતી. જેથી મૃતકે તે ફોટો સળગાવી નાખ્યો હતો. આથી તેના પતિએ મૃતકના ભાઈને આ અંગે વાત કરતા લાગી આવતા આ આત્મઘાતી પગલું ભરી લીધાનુ પ્રાથમિક તપાસમાં ખુલ્યૂ છે. મૃતકના પતિ મજુરી કામ કરે છે.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરતાં તુરંત દોડી ગઈ હતી. પોલીસે આપઘાતનું ચોકકસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.