ઘટના@રાજકોટ: સાસુ અને દાદાજી સસરાના ત્રાસથી કંટાળીને પરણીતાએ ફાંસો ખાઇ આપઘાત કર્યો

સાસુ અને દાદાજી સસરા કરીયાવર બાબતે મેણાટોણા મારી હેરાન કરી ત્રાસ આપતા 
 
ગુજરાતઃ પત્નીના હત્યાના ગુનામાં પતિએ જેલમાં કરી લીધો આપઘાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.લોકો ટેંશન ,માનસિક રીતે કંટાળીને આત્મહત્યા કરી નાખે છે.રાજકોટમાંથી હૃદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે.જ્યાં એક પરણિતાએ સાસરિયાંના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે.તળાજામાં રહેતા ઘનશ્યામસિંહ બનુભા સરવૈયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલ ફરીયાદમાં આરોપી તરીકે તેની પુત્રીના સાસુ સરોજબા ઇન્દ્રજીતસિંહ વાઘેલા અને તેના દાદાજી સસરા છત્રસિંહ ગુલાબસિંહ વાઘેલા (રહે.કૈલાસધાર, પાર્ક શેરી નં. 1/2નો ખુણો, રૈયા રોડ)નું નામ આપી જણાવ્યું હતું કે તેમને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. જેમાં સૌથી નાના શ્રધ્ધાબાના લગ્ન રાજકોટના વિરેન્દ્રસિંહ સરવૈયા સાથે વર્ષ 2018માં કરેલ હતા.તેમની પુત્રીએ અવારનવાર તેઓને તેમના સાસુ અને દાદાજી સસરા કરીયાવર બાબતે મેણાટોણા મારી હેરાન કરી ત્રાસ આપતા હતા પરંતુ તેને ઘરસંસાર ચલાવવો હોય અને દોઢ વર્ષની પુત્રીના ભવિષ્યનું વિચારી જતું કરતી હતી. ગઇકાલે રાત્રીના તેઓ ઘરે હતા ત્યારે તેમના જમાઇનો ફોન આવેલ અને જણાવેલ કે શ્રધ્ધાબા ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. જેથી તેઓ રાજકોટ આવેલ હતો. ત્યારે તેના જમાઇએ જણાવેલ કે હું ગઇકાલના બપોરે ઘરે ગયેલ ત્યારે શ્રધ્ધાબાએ બહાર વનભોજન કરવાની ઇચ્છા હોયજેથી સાસુ-દાદાજી સસરાને વાત કરતો તેઓએ ના પાડી હોવાનું કહ્યું હતું જેનું તેને માઠુ લાગી આવ્યું હતું બાદમાં હું મારી દિકરીને લઇ જમવાનું લેવા ગયેલ બાદ હું જમવાનું લઇ આવેલ ત્યારે મારા પત્નીએ મારા માતા અને દાદાજી બહુ હેરાન કરે છે જણાવી જમ્યા વગર ઉપરના માળે જતી રહેલ હતી મોડે સુધી તે નીચે ન આવતા તપાસ કરતા તેને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવથી એકની એક પુત્રી માતા વિહોણી બનતા પરીવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવ અંગે યુનિ. પોલીસ મથકના પીએસઆઇ બી.વી.ઝાલાએ તપાસ હાથ ધરી હતી.