બનાવ@રાજકોટ: ત્રણ મહીના પહેલા લગ્ન થયેલ પરણિતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પોલીસ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી
 
 બનાવ@રાજકોટ: ત્રણ મહીના પહેલા લગ્ન થયેલ પરણિતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે  આવતા હોય છે.  પડધરીમાં ત્રણ મહીના પહેલા લગ્ન થયેલ પરણિતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી મચી જવા પામી છે. બનાવના પગલે પડધરી પોલીસ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ પડધરીના ગીતાનગરમાં રહેતી કોમલ કેતનભાઈ સોલંકી (ઉ.વ.20)નામની પરણિતાએ છતના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. બનાવના પગલે પડધરી પોલીસે મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડ્યો હતો. મૃતકનું માવતર જોડિયાના તારાણા ગામે છે અને ત્રણ મહિના પહેલા જ તેણીના લગ્ન થયા હતા. પતિ કેતન શાકભાજી વેંચે છે. પરિણીતાએ ક્યાં કારણથી આપઘાત કર્યો એ અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.