બનાવ@રાજકોટ: પતિના અફેરની જાણ થતા પત્નીએ આપઘાત કરી લીધો, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

તબીબે તપાસી તેણીને મૃત જાહેર કરેલ 
 
બનાવ@રાજકોટ: પતિના અફેરની જાણ થતા પત્નીએ આપઘાત કરી લીધો, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાનો બનાવ જોવા મળતા હોય છે.  સદર બજારમાં આવેલ ઠકકરબાપા હરીજનવાસમાં રહેતાં સફાઈ કામદારની પુત્રીએ પતિના અમદાવાદની યુવતી સાથેના અફેર અને સાસુના ત્રાસથી કંટાળી પિતાના ઘરે જ બીજા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મૃતકના પિતાના ફરિયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી આરોપી માતા-પુત્રને સકંજામાં લીધાં હતાં.

બનાવ અંગે સદર બજારમાં ઠકકરબાપા હરીજનવાસ શેરી નં.2 માં રહેતાં દિલીપભાઈ મગનભાઈ મકવાણા (ઉ.વ.46) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના જમાઈ દેવેન વિનુ વાઘેલા અને વેવાણ ગીતાબેન વાઘેલાનું નામ આપતાં પ્ર.નગર પોલીસે મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ આર.એમ.સી ઓફીસ વોર્ડ નં.7 એસ્ટ્રોન ચોક ખાતે સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તેઓને મારે સંતાનમા બે પુત્રી તથા એક પુત્ર છે. તેમા સૌથી મોટી દિકરી રિતુબેન (ઉ.વ.25) ના લગ્ન પાંચેક વર્ષ પહેલા તેમની નજીક રહેતાં દેવેન વાઘેલા સાથે થયેલ હતાં અને તે છેલ્લા છ માસથી તેમના ઘરે રીસામણે આવેલ હતી.

તેઓની પત્ની રિતુને સંતાનમાં એક ચાર વર્ષનો પુત્ર છે. તેમની પુત્રીને તેના સાસુ ગીતાબેન વાઘેલા તેમજ જમાઇ દેવેન વાઘેલા શંકા કુશંકા કરીને ઘરની બહાર નીકળવા દેતા નહી અને તેમના કુટુંબમા પણ કોઈની સાથે વાતચીત કરવા દેતા નહી, દોઢેક વર્ષ પહેલા તેમની દિકરીને જમાઇએ માર મારેલ હતો અને ત્યારે મહીલા પોલીસ સ્ટેશનમા અરજી કરેલ હતી. બાદમાં સમાજના આગેવાનો દ્રારા સામાધાન થયેલ હતુ. ત્યાર બાદ છ મહીના પહેલા તેમની દિકરીને મીસ ડિલેવરી થયેલ હતી ત્યારે પંદરેક દિવસ બાદ જમાઈ દેવેન તેઓના ઘરે દિકરીને લઈ આવેલ અને કહેલ કે, તમારી દિકરીને થોડો સમય આરામ કરવા માટે તમારા ઘરે મુકી જાવશુ તેમ કહી બન્ને મા-દિકરાને અમારા ઘરે મુકી ગયેલ હતા.

ત્યારબાદ તેઓના જમાઇ કે તેના મમ્મી દિકરીની ખબર અંતર પુછવા માટે આવેલ નથી અને કયારેય ફોન પણ કરતા ન હોઇ જેથી સમાજમા વાત કરતા દિકરીને તેડી જવા અમારા જામીન દ્રારા કહેવડાવતા બન્ને પક્ષો છએક દિવસ પહેલા રેસકોર્ષમા સાંજના આશરે મળેલ ત્યારે તેડી જવા માટે સમાધાન થયેલ નહી અને છ મહીના બાદ તેડી જશુ તેમ કહેતા બન્ને પક્ષો છુટા પડી ગયેલ હતા. ત્યારબાદ ગઈ તા.07/01/2024 ના બપોરે અને રાત્રીના જમાઈનો ફોન આવેલ ત્યારે ફોન ઉપાડેલ નહી,ગઈકાલે ફોનમા જોયેલ તો જમાઇએ ખરાબ ખરાબ ગાળોના મેસેજ કરેલ હતા. જેથી બપોરના જામીનને બોલાવી બાબતની જાણ કરેલ હતી. ત્યારબાદ બપોરના ત્રણેક વાગ્યે તેઓ નોકરીમા જતો રહેલ હતાં અને તેમની પત્ની કંચનબેન પણ નોકરીમા ગયેલ હતી. તેમની દિકરી રીતુ તથા તેનો દિકરો ઘરે હતા. સાંજના નોકરીમાથી આવી દાઢી બનાવવા માટે ગયેલ હતાં ત્યારે સાંજના પાડોસીનો ફોન આવેલ કે, તમારી દિકરી રીતુ બીજા માળેથી પડી ગયેલ છે અને તેણે વાગી ગયેલ છે વાત કરતાં તેઓ ઘરે પત્ની સાથે દોડી ગયેલ ત્યારે ચોકમા પહોચતા લતાના લોકોએ જણાવેલ કે, રીતુને પડી જવાથી લાગી ગયેલ છે અને તેને દવાખાને લઈ ગયેલ છે. દંપતી સરકારી દવાખાને ગયેલ ત્યારે તેમની પુત્રીને કપાળમા તેમજ મોઢામા લોહી આવતુ હતુ અને તબીબે તપાસી તેણીને મૃત જાહેર કરેલ હતી.

વધુમાં ફરિયાદીએ ઉમેર્યું કે, તેની દિકરીને લગ્નના દોઢેક વર્ષ બાદ તેના સાસુ તથા જમાઇ શંકા કુશંકા કરી ઘરમાથી બહાર નીકળવા દેતા ન હોઇ તેમજ તેમના કુટુંબના કોઇને મળવા દેતા નહિ અને શારીરીક તેમજ માનસીક ત્રાસ આપતા હતાં. તેમજ જમાઇને કોઇ અમદાવાદની છોકરી સાથે અફેર હોઈ જેની તેઓની દિકરીને દશેક દિવસ પહેલા ખબર પડતાં કંટાળીને પગલું ભરી લીધું હતું.બનાવ અંગેની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ મેહુલ ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એચ.એન.ગઢવીએ આરોપી માતા-પુત્રને સકંજામાં લઈ તપાસ હાથ ધરી હતી.

રીતુબેને આપઘાત કરી લેતાં ચાર વર્ષનો પુત્ર નોધારો થયો
સદર બજારમાં આવેલ ઠકકરબાપા હરીજનવાસમાં પતિ અને સાસુના ત્રાસથી પિતાના ઘરે બીજા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતાં મૃતકનો ચાર વર્ષનો પુત્ર મા વિહોણો બનતા પરિવારમાં કરૂણતા સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.

 ભત્રીજીને તેના પતિએ ધક્કો મારી હત્યા કરી: મૃતકના કાકાનો આક્ષેપ
ઠકકરબાપા હરીજનવાસમાં 25 વર્ષીય રીતુબેને બીજા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેવાના બનાવમાં નવો વળાંક આવ્યો હતો. જેમાં મૃતકના કાકાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, તેની ભત્રીજીને તેના પતિએ બીજા માળેથી ધક્કો મારી હત્યા કરી છે, કેમ કે, બંનેની અગાસી વચ્ચે બે અગાસી આવતી હોય અને તે સમયે તે ત્યાં હાજર હતો તેના પુરાવા પણ હોવાનો આક્ષેપ કર્યો હતો.