ઘટના@રાજકોટ: પત્ની રિસામણે ચાલી જતા પતિએ ફીનાઈલ ગટગટાવ્યું
પત્નીનો વિયોગ સહન નહી થતાં ફીનાઈલ પીધું.
Nov 3, 2023, 17:53 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટના ત્રંબા ગામે રહેતા યુવાનની પત્ની ત્રણ માસ રીસામણે તેના માવતરે ચાલી ગઈ હતી. પત્નીનો વિયોગ સહન નહી થતાં પતિએ ફીનાઈલ પીલીધું. જેના કારણે તેને સારવાર માટે દવાખાને ખસેડાયેલ છે. રાજકોટના ત્રંબા ગામે રહેતા સહદેવભાઈ રામજીભાઈ મકવાણા ના છ વર્ષ પહેલા લગ્ન થયા હતાં.છેલ્લા ત્રણ મહિનાથી પત્ની તેના માવતર આંબેડકરનગર રાજકોટ રીસામણે ચાલી જતાં લાગી આવતા રાત્રે ફિનાઈલ પી લેતા તેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
ફિનાઈલ પી જનાર હરદેવ ડાઈવીંગનો ધંધો કરે છે. સંતાનમાં એક દીકરી છે.