બનાવ@રાજકોટ: 24 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, કયા કારણે આવું પગલું ભર્યું ?

પરિણીતાએ પતિના અનૈતિક સંબંધથી કંટાળી

 
 બનાવ@રાજકોટ: 24 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, કયા કારણે આવું પગલું ભર્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને  કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટના સામે આવતી હોય છે.  રાજકોટમાં 24 વર્ષીય પરિણીતાએ પતિના અનૈતિક સંબંધથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. માંગરોળના શીલગામની હેતલ ભરડા રાજકોટ માવતરે રહેતી હતી. તેણે 1 માર્ચે ગળાફાંસો ખાધા બાદ સારવારમાં દમ તોડ્યો હતો. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો છે.

બનાવની વિગત મુજબ માંગરોળના શીલગામમાં રહેતી પરિણીતા હેતલ સાગરભાઈ ભરડા (ઉ.વ.24) ગૃહ કલેશથી કંટાળી તેના માવતરે રાજકોટ ગુલાબનગર શેરી નં-3 રોલેક્સ કંપની પાસે રહેતાં તેના પિતા કેશુભાઈના ઘરે આવી ગયેલ.

જ્યાં ગત તા.1/3/2024ના રોજ સાડી વડે ગળાફાંસો ખાઈ લેતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આજે વહેલી સવારે 4.30 વાગ્યે સારવારમાં પરિણીતાએ દમ તોડી દિધો હતો. મૃતકના માતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હેતલના પતિને તેના જ ગામની સ્ત્રી સાથે અનૈતિક સબંધ હતા. જેની જાણ હેતલને થઈ હતી.

હેતલે તેના સાસુ પ્રવિણાબનને આ વાત કરી હતી પણ છતાં પતિએ તે યુવતી સાથે સંબંધ ચાલુ રાખતા હેતલ માવતર રહેવા આવી ગઈ હતી. હેતલ જ્યારે આ અંગે પૂછતી ત્યારે પતિ સાગર જીણાભાઈ ભરડા ઝઘડો કરતો અને માર મારતો હતો. પતિને અનૈતિક સંબંધ હોવાથી વારંવાર ઝગડા થતાં હોય જેથી કંટાળી પરિણીતા માવતરે આવી ગઈ હતી. અને આ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે આજીડેમ પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો અને કાયદાકીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.