ઘટના@રાજકોટ: પત્ની રિસામણે ચાલી જતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલત
 
ઘટના@ભાણવડ: મોટા ગુંદા ગામની વાડી વિસ્તારના કૂવામાં 12 વર્ષની બાળકી પડી જતા મોત

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

યુવકની પત્ની રિસામણે ચાલી જતા વાતનું લાગી આવવાથી યુવકે શરીરે પેટ્રોલ છાંટી સળગી જતા ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ, રૈયાધારમાં મફતિયામાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરી ગુજરાન ચલાવતો બકુલ છગનભાઇ પરમાર નામનો યુવક ગત બપોરે ઘરે હતો ત્યારે શરીરે પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી. પોલીસે જણાવ્યા અનુસાર, યુવક બે ભાઈ બે બહેનમાં બીજા નંબરે છે અને સંતાનમાં એક દીકરો દીકરી છે. દંપતી વચ્ચે ચડભડ થતા પત્ની સંગીતા થોરાળામાં રહેતા માવતરના ઘરે ચારેક દિવસથી રિસામણે ચાલી જતા તેને આવવા માટેનું કહેવા છતાં આવતી ન હોય આથી કંટાળી પગલું ભરી લીધું હતું. વધુ તપાસ યુનિવર્સીટી પોલીસે હાથ ધરી છે.