બનાવ@રાજકોટ: યુવકે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો

આર્થિક ભીંસમાં રહેતા યુવકે આપઘાત કર્યો
 
બનાવ@રાજકોટ: યુવકે આર્થિક ભીંસથી કંટાળી  ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. જયારે બીજા બનાવમાં રાજકોટના 80 ફૂટ રોડ પર ન્‍યુ જલારામ સોસાયટીમાં રહેતા યુવકે ઝેરી દવા પી  આપઘાત કર્યો.

રોહિત જીતુભાઇ નિમાવત  ગઇકાલે રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતા તેના ભાઇના ઘરે ગયો હતો. ત્યારબાદ ત્‍યાંથી નીકળી છત્રપતિ ટાઉનશીપમાં તેણે ઘઉંમાં નાખવાનો પાવડર પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

તેનું સારવાર દરમ્‍યાન મોત નીપજયું હતું. આ બનાવની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવાન છૂટક મજૂરીકામ કરતો હતો અને છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસમાં રહેતો હોવાથી તેને આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.