ઘટના@રાજકોટ: યુવાને અચાનક હાર્ટએટેક આવતા 2 સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
 
ઘટના@રાજકોટ: યુવાને અચાનક હાર્ટએટેક આવતા 2 સંતાને  પિતાની છત્રછાંયા ગુમાવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં હાર્ટએટેકની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી હાર્ટએટેકથી મોતની ઘટનાઓ સામે આવતી હોય છે.  શહેરના ભગવતીપરા વિસ્તારની સુખસાગર સોસાયટીમાં રહેતા રમેશભાઇ નાનજીભાઇ ચુડાસમા પોતાના ઘરે હતા.

ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. રમેશભાઇને હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

રમેશભાઇના મૃત્યુથી તેમના બે સંતાને  પિતાની છત્રછાંયા ગુમાવતાં ચુડાસમા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.