બનાવ@સુરત: કલરકામ કરી રહેલા 2 શ્રમિક 3 માળાથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોચી

 શ્રમિક ત્રીજા માળાથી નીચે પટકાયા છે
 
બનાવ@સુરત: કલરકામ કરી રહેલા 2 શ્રમિક 3 માળાથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોચી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સચિન જીઆઇડીસીમાં અકસ્માતની ઘટના સામે આવી છે. કલરકામ કરી રહેલા બે શ્રમિક ત્રીજા માળાથી નીચે પટકાયા છે. બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે જોપસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી એકને સારવાર દરમિયાન મૃત ઘોષિત કરાયો હતો. 21 વર્ષીય શિરીષ ભમાણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

કામ કરતા ત્રીજા માલથી પટકાયેલા બે શ્રમિકો પૈકી એક શ્રમિકની હાલત ગંભીર છે. અકસ્માતની ઘટના બાદ કામદારોની પડખે ઉભા રહેવાના સ્થાને કોન્ટ્રાકટર તેના શ્રમિકોને બદતર હાલતમાં છોડી ફરાર થઇ ગયો હતો. શ્રમિકનું મોત થતા કોન્ટ્રાક્ટર તેને છોડી ભાગી ગયો છે. બનાવની જાણ પોલીસને થતા સુરત પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.