બનાવ@સુરત: 2 વર્ષનું બાળક કોઈની જાણ બહાર જ ઊઠીને જતું રહ્યું અને શોધખોળ કરતાં પાણીમાંથી મૃતદેહ મળ્યો
પાણીમાંથી મૃતદેહ મળ્યો
Jul 26, 2024, 15:05 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મોતના અવાર-નવાર કેટલાક બનાવ સામે આવતા હોય છે. ફરી એક હૃદય કંપાવી ઉઠે એવો મોતનો બનાવ સામે આવ્યો છે. સુરતમાં ખાડી પૂરના કારણે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે. લિંબાયતના કમરુનગરમાં માતા સાથે સૂતેલું બે વર્ષનું બાળક કોઈની જાણ બહાર જ ઊઠીને જતું રહ્યું હતું.
એ બાદ પરિવારે શોધખોળ કરતાં ઘરના ફળિયામાં ભરાયેલા ચારથી પાંચ ફૂટ પાણીમાંથી બાળક મળ્યું હતું. તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

