ઘટના@સુરત: 10 વર્ષના બાળકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, કયા કારણે આવું પગલું ભર્યું ?
ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો
Aug 2, 2024, 08:04 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાના કેસ ખુબજ વધી ગયા છે. લોકો સામાન્ય બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. સુરતમાં માત્ર 10 વર્ષના બાળકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. આ બાળકે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી સીલીંગમાં લગાવેલા હુકમાં બાંધેલા દોરડા સાથે શર્ટ બાંધીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું.
દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ગઈકાલે યશ અને તેનો ભાઈ બંને સાંજે સોસાયટીમાં રમવા માટે ગયા. જે બાદ બંને ઘરે આવ્યા હતા. અચાનક જ યશ રૂમનો દરવાજો બંધ કરી સિલિંગમાં લગાવેલા હુકમાં બાંધેલા દોરડા સાથે શર્ટ બાંધી ફાંસો ખાધો હતો.
મોટાભાઈએ દરવાજો ખખડાવતા ખોલ્યો ન હતો. ત્યારબાદ દરવાજો ખોલી અંદર પ્રવેશતા નાનો ભાઈ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જો કે, બાળકના આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે.