બનાવ@સુરત: 6 વર્ષનો બાળક ઘસઘસાટ ઊંઘમાં હતો ત્યારે શ્વાને માસૂમ પર હુમલો કર્યો
શ્વાને માસૂમ પર હુમલો કર્યો
Aug 2, 2024, 08:29 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શ્વાનના આતંકના બનાવો ખુબજ વધી ગયા છે. સુરતમાં શ્વાનનો આતંક યથાવત રહેવા પામ્યો છે. ડિંડોલી વિસ્તારની એક દુકાનમાં સોફા પર 6 વર્ષનો બાળક ઘસઘસાટ ઊંઘમાં હતો ત્યારે ખોરાકની શોધમાં ફરતા શ્વાને માસૂમ પર હુમલો કર્યો.
બાળકને સોફા પરથી નીચે પછાડીને ઉપરાછપરી માથાના ભાગે બચકા ભર્યા. આ ઘટના પર એક યુવકની નજર પડતા તે તરત જ દોડતો આવ્યો અને શ્વાનને ભગાડી બાળકને બચાવી લે છે.
શ્વાનના હુમલાથી બાળકને માથાના ભાગે 15 જેટલા ટાંકા આવ્યા છે...હુમલાની આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જોકે, આ ઘટનાથી પાલિકા અને તંત્રની રસીકરણ-ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર જ રહેવા પામી છે એવું સાબિત થયું.