બનાવ@સુરત: એક યુવાનનુ હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ નીપજ્યું
નાની ઉંમરના લોકોમાં હૃદય રોગના હુમલાની ઘટનાઓ
Oct 15, 2023, 12:36 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં હાર્ટએટેકના બનાવો ખુબજ વધી ગયા છે. એક યુવાનનુ હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ નીપજ્યું છે. 28 વર્ષીય યુવાનનું Heart Attack ના કારણે મોત નિપજતા વધતી ઘટનાઓએ ચિંતા સર્જી દીધી છે. નવરાત્રિ માટે માતાજીની મૂર્તિ લઈ ઘરે આવતા યુવાન સાથે ઘટના બની હતી. તહેવારની ઉજવણીની ખુશીનો માહોલ માતમમાં પરિવર્તિત થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના લોકોમાં હૃદય રોગના હુમલાની ઘટનાઓ ખુબ વધી રહી છે. આરોગ્ય તંત્ર પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે પરંતુ સતત વધતા બનાવ હવે પરિવારો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે.