ઘટના@સુરત: કાર બેકાબૂ બનતા ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ઘુસી ગઈ,ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત

પોલીસે તાપસ હાથ ધરી છે.
 
ઘટના@ભાણવડ: મોટા ગુંદા ગામની વાડી વિસ્તારના કૂવામાં 12 વર્ષની બાળકી પડી જતા મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર દુર્ઘટનાઓ સામે આવતીજ હોય છે. રિંગ રોડ બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે. કાર બેકાબૂ બનતા ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ઘુસી ગઈ હતી. અકસ્માતના પગલે દોડધામ મચી ગઈ હતી. કરે એક મોપેડ ચાલકને પણ અડફેટે લીધો હતો. બનાવ સંદર્ભે પોલીસે તાપસ હાથ ધરી છે.

અતિ વ્યસ્ત રિંગરોડ પર અકસ્માતની ઘટનાના પગલે દોડધામ જોવા મળી હતી. બેકાબુ કાર એક્ટિવા ચાલકને અડફેટે લઈ ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘુસી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં એક્ટિવાચાલક અને કારચાલક ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ સંદર્ભે પોલીસે ચોપડે નોંધ કરી ઘટનાની તપાસ હાથ ધરી છે.