ઘટના@સુરત: મારે હવે નથી જીવવું’’, કહી વિધવા યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો, કેમ આવું પગલું ભર્યું ?

ઝેર પી જીવન ટૂંકાવી લીધું
 
ઘટના@સુરત: મારે હવે નથી જીવવું’’, કહી  વિધવા યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો, કેમ આવું પગલું ભર્યું  ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવ સામે  આવતા હોય છે. પતિના અવસાન બાદ “મારે હવે નથી જીવવું’’, કહેનારી કાપોદ્રાની વિધવાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૂળ ભાવનગરના મહુવાના અને હાલમાં કાપોદ્રા દશરથ નગરમાં રહેતા 47 વર્ષિય નીતાબેન પરેશભાઈ જાદવે ઝેર પી જીવન ટૂંકાવી લીધું હતું. તેમને સંતાનમાં એક પુત્ર છે. વર્ષ-2020માં નીતાબેનના પતિ પરેશભાઇનું અવસાન થઇ ગયું હતું.

જોકે, અવસાન બાદ નીતાબેન તણાવમાં રહેતા હતા. એટલું જ નહીં, નીતાબેન વારંવાર મારે હવે નથી જીવવું તેમ કહેતા હતા. દરમિયાન મંગળવારના નીતાબેને ઘરમાં ઝેર પી લેતા પુત્ર ધવલ ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

રૂસ્તમપુરા લાપસીવાલાની ચાલ ખાતે રહેતો 25 વર્ષિય ઇસ્માઇલ અબ્દુલ રઉફ શેખના પરિવારમાં પત્ની સપના અને ત્રણ સંતાન છે. ઇસ્માઇલ ચાની લારી ચલાવતો હતો. દરમિયાન ગત મંગળવારના સાંજના ઇસ્માઇલ અને તેમની પત્ની સપના વચ્ચે રોઝો ખોલવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં કોઈ વાતનું માઠું લાગી આવતા ઇસ્માઇલે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મહિલાએ ટીબીથી કંટાળી એસિડ પીધું

રાંદેર ઊગત કેનાલ રોડ પર વનિતાબેન સંતોષભાઈ નાયકા (36 વર્ષ) ત્રણ સંતાન સાથે રહેતી હતી. છેલ્લા દોઢેક વર્ષથી તે ટીબીની બીમારીથી પીડાતી હતી. દરમિયાન મંગળવારની મોડી રાતે વનિતાબેનને ટીબીની બિમારીથી કંટાળી એસિડ પી લીધું હતું. જેથી તેઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.