ઘટના@સુરત: રત્નકલાકારે ટેરેસ પરથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર ઘટના

આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
 
 રિપોર્ટ@સુરત: હોસ્પિલના ડોક્ટરે સુસાઈડ નોટ લખીને ડાબા હાથ પર ઇન્જેન્કશન મારી આપઘાત કર્યો

અટલ સમાચાર ડોટ કોમ., ડેસ્ક 

સુરત શહેરમાથી એક દૂ:ખદ ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેરોજગારી અને લાંબી બીમારીથી કંટાળી ગયેલા રત્નકલાકાર ઘનશ્યામભાઈએ આજે વહેલી સવારે પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. મોતની છલાંગ લગાવતા પહેલાં ઘનશ્યામભાઈએ ચપ્પુથી પોતાનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્નીની નજર પડી ગઈ હતી.
 

પત્ની ઘનશ્યામભાઈના હાથમાંથી ચપ્પું ઝૂંટવવા જતાં તેમને હાથમાં ઈજા પહોંચી હતી. જે બાદ ઘનશ્યામભાઈ દોડીને ટેરેસ પર ગયાં હતા અને ત્યાંથી કૂદી મોતને વહાલું કર્યું હતું. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.