બનાવ@સુરત: પતિના ત્રાસથી કંટાળી 6 માળેથી કૂદી પત્નીએ જીવન ટૂંકાવ્યું

પત્નીએ જીવન ટૂંકાવ્યું
 
બનાવ@સુરત: પતિના ત્રાસથી કંટાળી 6 માળેથી કૂદી પત્નીએ જીવન ટૂંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે.  સુરતના ભટાર વિસ્તારમાં સોફ્ટવેર એન્જિનિયર પરિણીતાએ આત્મહત્યા કરી.

પતિના ત્રાસથી 29 વર્ષીય મહિલાએ છઠ્ઠા માળેથી કૂદીને જીવન ટુંકાવ્યું..આત્મહત્યા કરતા પહેલા પતિને પોતે ગુંગળાઈ રહી હોવાનો છેલ્લો મેસેજ કર્યો હતો.. પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે..