બનાવ@ટંકારા: પરણીતાએ કોઈ કારણોસર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો
પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફસો ખાઈને આપઘાત
Jan 10, 2024, 19:16 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ટંકારા તાલુકાના વીરપર પાસે આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા પરિવારમાં પરણીતાએ કોઈ કારણોસર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
વીરપર નજીક બાની વાડી પાસે આવેલ અરવિંદ આર્ક ઇલેક્ટ્રોનિક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રીંકુબેન રાયસીંગ કોચરા જાતે અનુ.
જનજાતિ (19) નામની પરણીતાએ લેબર ક્વાર્ટરમાં હતી ત્યારે ત્યાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ ટંકારાના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે અને મૃતક મહિલાનો લગ્ન ગાળો એક વર્ષનો હોય પોલીસ દ્વારા મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.