ઘટના@રાજકોટ: ધોરાજી પંથકમાં રહેતી 14 વર્ષની સગીરાનું અપહરણ આરોપીએ કર્યું

 પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે.
 
ઘટના@ભાણવડ: મોટા ગુંદા ગામની વાડી વિસ્તારના કૂવામાં 12 વર્ષની બાળકી પડી જતા મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ધોરાજી પંથકમાં વધુ એક સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ છે.14 વર્ષની સગીરાને સુપેડી ગામે રહેતો આરોપી જગદીશ ઉર્ફે જગો ચુનીભાઈ બારૈયા લલચાવી ફોસલાવી ભગાડી જતા ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે. પીએસઆઈ ડી.એચ.રાખોલીયાએ ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ અંગે સગીરાના પિતાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.9/12/2023ના રોજ સાંજે સાતક વાગ્યે તેની 14 વર્ષની સગીર દીકરી કયાંય મળી ન આવતા ઘર આસપાસ તપાસ કરી હતી.ત્યાર બાદ સગા-સંબંધીને ફોન કરી પુછપરછ કરતા દીકરી કયાંય મળી આવી નહોતી ત્યારબાદ જાણવા મળેલ કે, સુપેડી ગામનો જગદીશ ઉર્ફે જગા નામનો યુવાન સગીર દીકરીને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચે સગીરાને ભગાડી અપહરણ કરી ગયો છે.

ધોરાજી તાલુકા પોલીસ મથકે આઈપીસી 363,366 મુજબ ગુનો નોંધાયો છે. વધુ તપાસ સર્કલ પીઆઈ એ.બી.ગોહિલને સોંપાઈ છે.