ઘટના@સુરત: જલારામ નગર વિસ્તારમાંથી બે બાળકોને ટાયર પંચરમાં વપરાતા સોલ્યુશન ટ્યુબનો નશો કરતા લોકોએ પડક્યાં
16 વર્ષનો બાળક 11 વર્ષના બાળકને નશો કરાવતો
Nov 5, 2023, 13:47 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢ્યા હોવાના આવા સમાચારો તમે જોયા અને સાંભળ્યા હશે પણ યુવાનો તો પછીની વાત છે હવે તો સ્કૂલના બાળકો નશામાં દલદલ તરફ ધસી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. બાળકો ટાયરના પંચરમાં વપરાતા સોલ્યુશનનો નશો કરતા હોવાની માહિતી બહાર આવી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી વધુ એક ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યાં છે. પાંડેસર વિસ્તારમાંથી બાળકો નશો કરતા ઝડપાયા છે. જલારામ નગર વિસ્તારમાંથી બે બાળકોને ટાયર પંચરમાં વપરાતા સોલ્યુશન ટ્યુબનો નશો કરતા લોકોએ પડક્યાં છે. પ્લાસ્ટીકની થેલીમાં સોલ્યુશન નાખી નશો કરતા બાળકોને લોકોએ પકડ્યા છે.16 વર્ષનો બાળક 11 વર્ષના બાળકને નશો કરાવતો હોવાનું સામે આવ્યું છે.બાળકો નશાના રવાડે ચઢતા વાલીઓની ચિંતામાં વધારો થયો છે.