ઘટના@વડનગર: ખેતરમાંથી કેમ નીકળે છે તેવું કહી કાકા અને પિતરાઇ ભાઇઓએ ખેડૂતને માર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર વડનગર તાલુકાના ગામે ખેતરમાંથી નીકળવાની વાતને લઇ યુવક સાથે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે સવારના સમયે ગામના ખેડૂત બાઇક લઇને જતાં હતા. આ દરમ્યાન આરોપી ઇસમોએ ખેડૂતને રોકી તમો કેમ અહીંથી નીકળો છો ? તેમ કહી માથાકૂટ કરી હતી. જેથી ખેડૂતે કહેલ કે, તમારા અને મારા ખેતરમાં
 
ઘટના@વડનગર: ખેતરમાંથી કેમ નીકળે છે તેવું કહી કાકા અને પિતરાઇ ભાઇઓએ ખેડૂતને માર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર

વડનગર તાલુકાના ગામે ખેતરમાંથી નીકળવાની વાતને લઇ યુવક સાથે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે સવારના સમયે ગામના ખેડૂત બાઇક લઇને જતાં હતા. આ દરમ્યાન આરોપી ઇસમોએ ખેડૂતને રોકી તમો કેમ અહીંથી નીકળો છો ? તેમ કહી માથાકૂટ કરી હતી. જેથી ખેડૂતે કહેલ કે, તમારા અને મારા ખેતરમાં જવાનો રસ્તો એક જ છે. જેથી ઇસમોએ ઉશ્કેરાઇ જઇ ખેડૂતને પાઇપ વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ખેડૂતે ગામના જ 3 ઇસમો વિરૂધ્ધ વડનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુર ગામે ખેડૂત પર હુમલાની ઘટના સામે આવી છે. ગામના વિક્રમજી ઠાકોર ગઇકાલે સવારે બાઇક લઇ ખેતરમાં જતાં હતા. આ દરમ્યાન ગામની સીમમાં આંટાવાળા ખેતર નજીક તેમના કાકા દિવાનજી, તેમનો દીકરો વિરમજી અને ચેહાજી લાકડી, ધોકા અને પાઇપ સાથે આવી ખેડૂતને રોક્યા હતા. જ્યાં તું અમારા ખેતરના રસ્તામાંથી કેમ અવાર-નવાર નીકળે છે ? તેવું કહેતાં ખેડૂતે કહેલ કે, તમારા અને મારા ખેતરનો રસ્તો એક જ છે. જેથી ઇસમોએ ઉશ્કેરાઇ જઇ ખેડૂતને પાઇપ, લાકડી અને ધોકા વડે માર માર્યો હતો. સમગ્ર મામલે ખેડૂતે પોતાના કાકા અને પિતરાઇ ભાઇઓ સામે વડનગર પોલીસ મથકે આઇપીસી 323, 504, 114, 427 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધાવ્યો છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો