ઘટના@વડોદરા: ડોક્ટર પતિ ઘરે ચા પીવા ન આવતા પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

 મહિલાની હાલત ગંભીર છે 
 
આપઘાત@સુરત: પિતાએ મોબાઈલ લઇ લેતાં 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત સહિત દેશભરમાં આપઘાતની ઘટનાઓ સતત સામે આવતી હોય છે. કોઈ માનસિક, કોઈ શારીરિક તો કોઈ આર્થિક સમસ્યાથી પરેશાન થઈ આપઘાત કરી જીવન ટુંકાવે છે. પરંતુ વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પતિ ચા પીવા ઘરે ન આવતા હતાશ થઈને વડોદરામાં એક મહિલાએ તેની સાથે વીડિયો કોલ કરી કથિત રીતે ફાંસી લગાવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરમાં એક મહિલાએ તેના ડોક્ટર પતિ ઘરે ચા પીવા ન આવ્યા બાદ વીડિયો કોલ કર્યો અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો, આ ઘટનામાં મહિલાની હાલત ગંભીર છે, જેની સારવાર ચાલી રહી છે. પોલીસે તપાસ શરૂ કરી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ, આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. મહિલાની હાલત નાજુક હોવાનું કહેવાય છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, આ ઘટના ગુરુવારે સાંજે બની હતી જ્યારે 28 વર્ષીય મહિલાએ કથિત રીતે તેના પતિ, જે શહેરની એક હોસ્પિટલમાં ડૉક્ટર છે, તેમને તેમની પત્નીએ વીડિયો કૉલ કર્યો હતો અને કથિત રીતે ફાંસીનો પ્રયાસ કર્યો હતો. ડોક્ટર પતિ અનુસાર, જ્યારે ચા પીવા માટે સવારે તે ઘરે પરત ન ફર્યો, તો પત્નીએ વીડિયો કોલ કર્યો અને આપઘાતનો પ્રયાસ કર્યો.

વડોદરા ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બીએચ ચાવડાએ જણાવ્યું હતું કે, “આ યુગલના લગ્નને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. અમે તેના પતિના નિવેદન મુજબ આ બાબતની નોંધ લીધી હતી. મહિલાની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે.”