ઘટના@વડોદરા: ઓનેરો લાઇફકેર કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 લોકોના મોત થયા, જાણો વિગતે
ખાનગી કંપનીમાં થયેલા આ બ્લાસ્ટમાં 3 લોકોના મોત
Jan 31, 2024, 18:50 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરામાં પાદરાના એકલબારા ગામ પાસે આવેલી ઓનેરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. ખાનગી કંપનીમાં થયેલા આ બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તો મૃતકોને હાલ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઓનેરો લાઇફકેર કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 લોકોના મોત થયા હોવાની એકલબારા ગામના સરપંચે જાણકારી આપી છે. મૃતક ત્રણેય કામદારો કોન્ટ્રાક્ટ પર કંપનીમાં કામ કરતા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ઘટના કેવી રીતે બની તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.