ઘટના@વડોદરા: યુવકે અગમ્યકારણોસર વાસદ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી

સ્થાનિક તરવૈયાઓએ યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો
 
જાણો@ગુજરાત: જીવતો માણસ પાણીમાં ડૂબી જાય છે, પણ મૃતદેહ કેમ તરે છે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. વાસદ મહીસાગર બ્રિજ પરથી 30 વર્ષના યુવકે ઝંપલાવ્યું હોવાની માહિતી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. લાશ્કરોએ મહીસાગર નદીના પટમાં યુવકની તપાસ હાથ ધરી હતી. છ મહિના અગાઉ લગ્ન કરનાર યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તેની વાસદ પોલીસે તપાસ શરૂ કરી છે.

ઘટના અંગે વાસદ પોલીસ મુજબ તારાપુર તાલુકાના માલપુર રહેતો તરુણકુમાર ખેતી કરતો હતો. એકના એક દીકરાના લગ્ન પિતાએ નવેમ્બર મહિનામાં જ કરાવ્યા હતા ગુરુવારે પોતાનું બાઈક લઇ આણંદ કામ માટે જવાનું કઈ નીકળ્યો હતો. રાત્રે તેનો ફોન સ્વીચ ઓફ થતા પરિવારજનોએ શોધખોળ માટે પોલીસ સ્ટેશન અને વાસદ બ્રિજ ઉપર તપાસ કરતાં તરુણકુમારની બાઈક બ્રિજ ઉપર મળી આવી હતી.

બાઇક મળાને પગલે ફાયર બ્રિગેડની મદદ લઈ તપાસ કરવામાં આવી હતી જોકે શુક્રવારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. બનાવ અંગે વાસદ પોલીસ દ્વારા નોંધ કરી વધુ તપાસ કરવામાં આવી છે.