બનાવ@વલસાડ: ૩૮ વર્ષીય યુવકનું રાત્રે ઊંઘમાં હાર્ટ એટેકથી મોત થયુ છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખૂલ્યું

રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનો જીવ ગયો છે
 
હાર્ટ અટેક 8

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં હાર્ટએટેકથી મોતની ઘટનાઓ ખુબજ વધી ગયા છે. રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનો જીવ ગયો છે. જેમાં વાપીમાં બેક્ધ કર્મચારીનું ઊંઘમાં જ હૃદય બંધ થયું છે. ૩૮ વર્ષીય યુવકનું રાત્રે ઊંઘમાં હાર્ટ એટેકથી મોત થયુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોત થયાનું ખૂલ્યું છે.

વલસાડ જિલ્લામાં ફરી એક આશાસ્પદ યુવકનું હૃદય ધબકારા ચુકી ગયું છે. જેમાં વાપી બેંક કર્મીનું ઊંઘમાં જ હૃદય બંધ થયુ છે. વાપી જીઆઇડીસી વિસ્તારમાં આ ઘટના બની છે. ૩૮ વર્ષીય યુવક રાત્રે ઘરમાં જમી પરવારીને સુઈ ગયો હતો. સવારે જ્યારે ભાઈ તેમને ઉઠાવવા ગયો ત્યારે તે ઉઠ્યો જ ન હતો. તેમાં પીએમ રિપોર્ટમાં મૃતકને હાર્ટ એટેક આવ્યો હોવાનું બહાર આવ્યુ છે.

ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકની સમસ્યા સામાન્ય બની ગઈ છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયને લોહીનો પુરવઠો ન મળતો હોય. હાર્ટ એટેકના સૌથી સામાન્ય અને જાણીતા લક્ષણોમાંનું એક છાતીમાં દુખાવો છે. હાર્ટ એટેક દરમિયાન, દુખાવો છાતીની મયમાં શરૂ થાય છે અને પછી તે જુદા જુદા અવયવોમાં ફેલાય છે. જો કે, છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકનું એકમાત્ર લક્ષણ નથી. ઘણી વખત એવું બને છે કે હાર્ટ એટેક કોઇપણ લક્ષણો વગર પણ આવી શકે છે.