ઘટના@વલસાડ: પતંગ ચગાવતી વખતે 6 વર્ષનું બાળક અચાનક નીચે પડી જતા મોતને ભેટ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર નવાર ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાંજ ઉતરાયણનો તહેવાર દેશભરમાં લોકો ઉજવી રહ્યા છે. ઉતરાયણે જો આપનું બાળક પણ ધાબા પર પતંગ ચગાવી રહ્યુ હોય તો તેમનું ધ્યાન રાખજો. ક્યાંક પતંગ ચગાવવાની મજા મોટી દુર્ઘટના પણ સર્જી શકે છે. વલસાડમાં બનેલી દુર્ઘટનાનો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિવારે પોતાનો દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે. પરવેઝ શેખ નામનો બાળક એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવતો હતો અને ધાબા પરથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી, પરવેઝને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નથી.
ધાબા પરથી પતંગ ચગાવતા પડેલા પરવેઝનું સારવાર દરમિયાન મોત થયું છે. વલસાડના ખાટકીવાડમાં પતંગ ચગાવતો પરવેઝ નામનું બાળક ધાબા પરથી નીચે પટકાયું હોવાની ઘટના બની છે. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. બનાવની વિગત મુજબ વલસાડના ખાટકી વાળ વિસ્તારમાં આવેલા ખુશ્બુ એપાર્ટમેન્ટમાં રહેતા એક શેખ પરિવારના પ્રવેશ શેખ નામનો 6 વર્ષેનો દીકરો એપાર્ટમેન્ટના ટેરેસ પર પતંગ ચગાવી રહ્યો હતો. એ વખતે અચાનક જ તે ટેરેસ પરથી નીચે પટકાયો હતો.
બનાવ બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પરવેઝ શેખને તાત્કાલિક સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન બાળકનું મોત નીપજ્યું હતું. પતંગ ચગાવતા ટેરેસ પરથી નીચે પટકાતા થયેલા બાળકના મોતને કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
જો આપનું બાળક પણ ટેરેસ પર પતંગ ચગાવી રહ્યું હોય તો તેનું ધ્યાન રાખજો. કારણ કે પતંગ ચગાવતી વખતે સામાન્ય બેદરકારીને કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે. આથી આજના પતંગ ચગાવતા બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે.